રોઝડું આડું ઊતરતા થયો અકસ્માત અને કેટલા થયા મોત જાણો અહી

વાકનેરના ગારીડા પાસે રોઝડું આડું પડતા એક કાર પલટી મારી ગઈ હતી જેમાં કારમાં સવાર બેના મોત થયા હતા જ્યારે ૩ ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

બનાવની મળતી વિગત મૂજબ મોરબી જિલ્લામાં ના વાકનેર તાલુકાના ગારીડા ગામ પાસે આજે સવારના સમયે એક ઇકો કાર મોરબી તરફ આવી રહી હતી ત્યારે રોઝડું આડું ઉતરતા તે કાર પલટી મારી ગઈ હતી અને કારમાં સવાર ૫ માંથી બેના નું મોત થયા હતા અને ૩ લોકોને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં વાકનેર તાલુકા પોલીસ ના કિશોરભાઈ સાવત ત્યાં દોડી ગયા હતા

તો વધુ માં મળતી વિગત મુજબ કારમાં સવાર લોકો તારાપુર ચોકડી થી મોરબી કુળદેવી દર્શન માટે આવતા હતા ત્યારે અકસ્માત નડતા કારમાં સવાર ચાંદનીબેન ભાવેશભાઈ (ઉ.વ.૨૫ ) નું મોત નીજ્પ્યું હતું તો અન્ય ચારને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ એક નું મોત નીપજ્ય હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે થતા પરિવાર માં શોકની લાગણી જોવા મળી હતી

Comments
Loading...
WhatsApp chat