


મોરબીમાં આજ રોજ ગુજરાત ભાજપના યુવા અધ્યક્ષ ઋત્વિજ પટેલ મોરબીમાં વિજય ટંકાર સંમેલન યોજવાના હોવાથી પાસ સમિતિના વિરોધની આશા વરતાય રહી હતી તેમજ હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની ધરપકડને લઈને પાસ દ્વારા આજે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવાનું એલાન કર્યા બાદ આજ સવારથી જ મોરબીમાં કોઈ અનિચ્છનીય બનાવ ણ બને અને ઋત્વિજ પટેલને પાસના વિરોધનો ભોગ ન બનવું પડે તે માટે મોરબી પોલીસે પાસ ના સભ્યો મનોજ પનારા અને મનોજ કાલરીયાના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે જયારે નીલેશ એરવાડીયા ઘરે હાજર ન હોવાથી તેના ઘરે પોલીસના આટ ફેરા ચાલુ થઇ ગયા છે.