


મોરબી નગરને જીલ્લો જાહેર કર્યા બાદ બહાર ગામથી આવતા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જીલ્લાકક્ષાના મોરબી શહેરમાં ઓદ્યોગિક વિકાસની સાથે દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જેથી મોરબીમાં ટ્રાફિક સમસ્યા ઉદભવી છે. જેના ઉકેલ માટે મોરબીમાં રીંગ રોડ અને ફ્લાય ઓવરની માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ મોરબીના જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે મોરબીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ રૂપે મોરબીની રવાપર ચોકડી, ઉમિયા સર્કલ, નવલખી ફાટક, વીસી ફાટક અને નટરાજ ફાટક સહિતના સ્થળે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઘટાડી સકાય છે તેમજ પેટ્રોલ અને ડીઝલની પણ બચત થશે લોકોના ટ્રાફિક જામમાં સમયનો વેડફાટ થાય છે તે પણ બચાવી સકાય છે તો વળી તે ઉપરાંત આધુનિક શહેર મોરબીના વિકાસને વેગ આપવા માટે રીંગ રોડ જેવી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

