


વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પુર ઝડપે ચલાવી પલટી ખવડાવી દેતા ત્રણને ઈજા થઇ હતી.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક જડેશ્વર જવાના રસ્તે ઓટો રિક્ષા જીજે ૩૬ યુ ૩૬૩૧ ના ચાલકે પોતાની રિક્ષા પુરપાટ ઝડપે ચલાવીને રિક્ષા પરથી કાબુ ગુમાવી દેતા રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર ત્રણ સાહેદોને ઈજા થઇ હતી.જે મામલે વાંકાનેરના વેલનાથ પરામાં રહેતા કરણભાઈ અમરશીભાઈ કોળીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.