


મોરબીના લોહાણાપરા વિસ્તારમાં ખોદીને રાખવામાં આવેલી ગટરમાં ગત રાત્રીના ઓટો રીક્ષા ખાબકી હતી અને આસપાસના વેપારીઓની મદદથી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી ગત રાત્રીના સમયે લોહાણાપરા વિસ્તારમાંથી પસાર થતી એક રીક્ષા ગટરમાં ઘુસી ગઈ હતી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા ખોદીને રાખવામાં આવેલી ગટરમાં રીક્ષા ખાબકી હતી રાત્રીના અંધકારમાં રીક્ષા ગટરમાં ખાબકી હતી જેથી આસપાસના લોકો અને વેપારીઓ એકત્ર થયા હતા અને મહામહેનતે રીક્ષા બહાર કાઢવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાં આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોય છે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ? તેવા સવાલો પણ સ્થાનિકોએ ઉઠાવ્યા હતા અને ખાડા ખોદીને બાદમાં તેણે રીપેર કરવાનનું તંત્ર હમેશા ભૂલી જાય છે

