



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી વાંકાનેર હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેમાં આજે હાઈવે પરના કુબેર ટોકીઝ પાસેથી પસાર થતી રીક્ષા નં જીજે ૩૬ યુ ૪૨૦૨ કોઈ કારણોસર પલટી ગઈ હતી અને રીક્ષામાં સ્કૂલના બાળકો સવાર હોય જે અકસ્માતમાં રીક્ષામાં સવાર હિતેશ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૧૫) અને કૈલાશ સંદીપગીરી (ઉ.વ.૧૪) એમ બે બાળકોને ઈજા થતા ૧૦૮ લાલબાગની ટીમના પાયલોટ રવિરાજસિંહ જાડેજા અને EMT હિતેશ ભીમાણીની ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે



