Billboard ad 1150*250

વાંકાનેરના અમરસર ફાટક નજીક પોલીસની કારની ઠોકરે છકડો રીક્ષાચાલકને ઈજા

0 118

વાંકાનેરની અમરસર ફાટક નજીક સરકારી બોલેરો કારની ઠોકરે છકડો રીક્ષાના ચાલકને ઈજા પહોંચી હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના ૨૫ વારીયા રાજકોટ રોડના રહેવાસી ફિરોઝ ઈબ્રાહીમ બ્લોચે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૦૨-૦૪-૨૦૨૧ ના રોજ છકડો રીક્ષા જીજે ૨૭ વાય ૯૬૬૦ લઈને વલીમામદ અમરસર ફાટકથી આગળ જતા હોય ત્યારે એક બોલેરોએ રિક્ષાને ઓવરટેક કરી હતી તે પસાર થયા બાદ અચાનક વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કાર જીજે ૧૮ જી ૯૦૩૦ પસાર થતા છકડો રીક્ષા સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં છકડો રીક્ષાના ચાલક વલીમામદને ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે અકસ્માત અંગે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat