Billboard ad 1150*250 Billboard ad 1150*250

લાલપર નજીક અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત

મોરબી વાંકાનેર હાઈવે પર ગત રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા અને ટ્રેલર અથડાતા રીક્ષાચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ જાંબુડિયા નજીક રહેતા સનત રમેશ કોળી (ઉ.વ.૨૬) નામનો યુવાન તેની સીએનજી રીક્ષા લઈને વાંકાનેરથી મોરબી તરફ આવતો હોય ત્યારે સામેથી આવતા ટ્રેલર સાથે રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષાચાલક યુવાન સનત કોળીનું મોત થયું હતું. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat