મોરબી ચોકડી નજીક રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલકનું મોત

                                                   હળવદની મોરબી ચોકડી નજીક છકડો રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

                                                     હળવદના સુસવાવ ગામે રહેતા બળદેવસિંહ મંગલસિંહ ઝાલા પોતાની છકડો રિક્ષા જીજે 12 યુ ૫૩૨૬ વાળી પુરપાટ ઝડપે ચલાવતા મોરબી ચોકડી નજીક પહોચતા કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલક બળદેવસિંહને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે કુલદીપસિંહ મંગલસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat