Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના વીરવાવ ગામે પોલીસ ભરતી માટે યુવાનોને ફીઝીકલ ટ્રેનીંગ આપતા નિવૃત અધિકારી

રાજ્યના પોલીસ દળમાં આગામી સમયમાં ભરતી થવાની છે જેની તૈયારી માટે તાનાકરા પંથકમાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતીમાં જોડાવવા ઇચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એસઆરપીના નિવૃત અધિકારી યુવાનોને પદ્ધતિસરની ટ્રેનીંગ આપી રહ્યા છે દરરોજ વિના મૂલ્યે વહેલી સવારે 20 જેટલા ઉમેદવારોને ફ્રીઝીકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

 

ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતી માટે સઘન તાલીમ આપવા માટે ફિઝિકલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન સાથે ફ્રીઝીકલ ટ્રેનિંગ આપવા માટે એસઆરપીના નિવૃત પીઆઇ ફકીરભાઈ ગમારાએ ઉમદા પહેલ કરી છે અને તેઓ છેલ્લા બે મહિનાથી દરરોજ વહેલી સવારે મેદાનમાં જઈને યુવાનોને વિનામૂલ્યે રનિંગ સહિતની સઘન ટ્રેનિંગ આપે છે.

Comments
Loading...
WhatsApp chat