


સુરૂભા સતુભા જાડેજા (નિવૃત એસ.એસ.આઈ.) નો આજે જન્મ દિવસ છે.તેઓનો જન્મ ૧૪-૪-૧૯૫૮ ના રોજ થયો હતો.સુરૂભાએ જીવનના ૬૦ વર્ષ પૂર્ણ કરીને ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.તેઓ ૧૯૭૮ માં પોલીસ ખાતામાં ભરતી થયેલ અને ત્યાર પછી રાજકોટ સીટી, રાજકોટ રૂરલ અને મોરબી જીલ્લમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે.સુરૂભા હાલ નિવૃત હોવાથી તે સમાજ સેવામાં સરાહનીય કામગીરી કરે છે.સુરૂભાના જન્મદિવસ નિમિતે તેમના સાથી મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનો શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી સુરૂભાને જન્મદિવસની ખૂબ ખુબ શુભકામનાઓ……

