મયુરબ્રિજ/પાડાપુલ નીચે (ડાયવર્ઝન) ઉપરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

મોરબી શહેરમાં મોરબી-૧ માંથી સામાકાંઠા વિસ્તારમાં વાહનની અવર-જવર માટે ફકત મયુરબ્રિજ/પાડાપુલ હોય, આ પુલ નિચેના સબમર્શીબલ પુલના એપ્રોચની કામગીરી ચાલતી હોય, અને આ કામગીરી પણ અગત્યની હોય, કામગીરી દિવસ-રાત્રી ચોવીસ કલાક ચાલુ રાખી પુર્ણ કરવાની થતી હોય, નટરાજ ફાટક પાસેના પાડાપુલ નિચેના રસ્તા(ડાયવર્ઝન) ઉપરથી તમામ પ્રકારના વાહનો તા.૦૯/૦૮/૨૦૧૮ સુધી પસાર થઇ અવર-જવર કરી શકશે નહી.

તેમ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના પત્ર અને પોલીસ અધિક્ષક-મોરબીના અભિપ્રાય મુજબ કેતન પી.જોશી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ-મોરબી, જિલ્લા મોરબીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રુએ એક જાહેરનામું બહાર પાડવામાંઆવેલ છે.

જયારે આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિય-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Comments
Loading...
WhatsApp chat