



મોરબી નજીક આવેલું બગથળા ગામ અનેક રીતે અન્ય ગામો કરતા અનોખું પડે છે આ ગામ શિક્ષણ અને જાગૃતતાની દ્રષ્ટીએ અલગ તરી આવે છે તો સાંસદ દ્વારા દત્તક લેવાયેલા આદર્શ ગામને સ્વચ્છ અને સુઘડ બનવવા માટે હવે મહિલા શક્તિ મેદાને પડી છે અને દર રવિવારે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મોરબીના બગથળા ગામમાં વસતી મહિલાઓએ ગામને સ્વચ્છ બનાવવા માટે દર રવિવારે સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓ તેમજ કોલેજીયન યુવતીઓએ રવિવારથી હોશભેર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેમાં ઝાડું ઉઠાવીને ૪૦ થી વધુ મહિલાઓએ સ્વચ્છતા ઝુંબેશ ચલાવી છે તો દર રવિવારે સફાઈ કરીને ગામને નીટ એન્ડ ક્લીન બનાવવાનો સંકલ્પ કર્યો છે
તેમજ દર રવિવારે એટલે કે સ્વચ્છતા અભિયાન સતત ચલાવવામાં આવશે અને ગામની તમામ મહિલાઓને જોડવામાં આવશે તેમ પણ ધરતીબેન બરાસરાએ જણાવ્યું છે આદર્શ ગામ બગથળા વિકસિત છે જ સાથે સ્વચ્છતા ઝુંબેશ દ્વારા ગામને એક કદમ સ્વચ્છતા કી ઓર લઇ જવાનો અનેરો સંકલ્પ કરવામાં આવ્યો છે જેથી સોનામાં સુગંધ ભળે તે ઉક્તિ સાર્થક થઇ છે



