



મોરબીના રવાપર રોડ પર આવેલ ખાનગી કંપનીના શો રૂમ દ્વારા ગંદકી ફેલાતી હોય જેથી લત્તાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જાગૃત નાગરિકે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે
મોરબીના રવાપર રોડ પરના કાલિકા પ્લોટના રહેવાસી આર જે લવાએ ચીફ ઓફિસર ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ઘર પાસે વી માર્ટ શો રૂમનો પાછળનો એરિયા છે જેમાં શો રૂમના ટોઇલેટ અને બાથરૂમ આવેલા હોય જેના પીવીસી પાઈપ તૂટી ગયા છે અને દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર નીકળી ઘર પાસે જમા થાય છે આ બાબતે વી માર્ટ મેનેજરને રૂબરૂ મળીને સમસ્યાના ઉકેલ માટે જણાવ્યું પરંતુ તેઓ ઉદ્ધત જવાબ આપતા હોવાનું જણાવ્યું છે અને શો રૂમના જવાબદાર તેમની મનમાની ચલાવી રહ્યા છે ગંદા પાણીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે
આ મામલે અગાઉ પણ પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી જોકે મોરબી પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમજ ગંદકીથી રોગચાળો ફેલાશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે



