હાઉસિંગ બોર્ડમાં દબાણ કરી ગેરકાયદેસર દુકાન ખડકી દેનાર સામે સ્થાનિકોમાં રોષ

 

 

મોરબીના હાઉસિંગ બોર્ડમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ ખડકી દઈ દુકાન ઉભી કરીને વેપાર કરનાર સામે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

 

જેમાં જણાવ્યું છે કે  મોરબી પાલિકા દ્રારા એક ઇસમને ટ્યુબલાઈટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ઇસમ દ્વારા ગેરકાયદે ઓરડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ તેની પાસે કોઈ કોન્ટ્રાકટ નથી છતા તે ઓરડીમાં વ્યાપાર કરી દુકાન ચલાવવામાં આવી રહી છે.ગેરકાયદે ખડકાયેલી આ દુકાન અહીંના સ્થાનિકોને નડતરરૂપ છે.

 

આ દુકાનમાં વીજલાઈન તેમજ પાણીની મંજૂરી મળી ન હોવા છતા આ ઇસમ દ્વારા લંગરીયું નાખીને વીજચોરી કરવામાં આવી રહી છે. હાલ આ દુકાન હાઉસિંગ બોર્ડના રહીશો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે આ દુકાન હટાવવાની માંગ ઉઠી છે.હવે જોવાનું રહ્યું કે શું પાલિકા ગેરકાયદેસર દુકાન ખડકી દેનાર સામે કાર્યવાહી કરે છે કે પછી આંખ આડા કાન કરીને બધું જ જોયા કરશે ?

Comments
Loading...
WhatsApp chat