Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયાના ખેડૂતોની મીટીંગમાં ખાનગી કંપનીની દાદાગીરી સામે રોષ

બોગસ માપણીનો ખેડૂતો વાંધા અરજી કરીને નોંધાવશે વિરોધ

માળિયા તાલુકાના ખેડૂતોને પાક્વીમાં મામલે ખાનગી કંપનીઓ અન્યાય કરી રહી હોય જેના પડઘા ગઈકાલે મળેલી બેઠકમાં જોવા મળ્યા હતા અને હવે ખેડૂતો ખાનગી કંપનીની બોગસ માપણીનો ખેડૂતો વિરોધ નોંધાવશે

માળિયા (મિ) તાલુકાના ખેડૂતોની બેઠક તાજેતરમાં મામતલતાર ઓફિસ સામેના ગ્રાઉન્ડમાં મળી હતી જે ખેડૂતપુત્રોની સભામાં માળિયાના ખેડતપુત્રોને પ્રમોલગેસનને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ ખાનગી કંપની દ્વારા થયેલ બોગસ માપણીનો ખેડૂતો વાંધા અરજીઓ કરીને વિરોધ નોંધાવશે અને ખેડૂતોની જમીનની માપણી ખેડૂતોની હાજરીમાં થાય તેવી માંગણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે

ખેડૂતોની બેઠકમાં ખેડૂત મિત્રો ગંભીરદાન ગઢવી, દિપક ભાઈ ગઢવી, જે કે ભાઈ, મનહરદાન ગઢવી, અને અનિલભાઈએ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ અને માળિયાના ખેડૂતોપુત્રોના સમર્થનથી ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણાના નેજા હેઠળ માળિયા મિયાણાના ખેડૂતોની ક્ષતિ સુધારણા ખેડૂતોની પ્રગતિ, વિકાસ અને ખેડૂત જાગૃત, જેવા અને કાર્યક્રમો આપી ખેડૂતોને આગળ લાવવાનો સંકલ્પ લીધી હતો.

Comments
Loading...
WhatsApp chat