Billboard ad 1150*250

મોરબી આરાધના સોસાયટીના રહીસોએ પાલિકા કચેરી પર ગુસ્સો ઠાલવ્યો

0 401

મોરબીની આરાધના સોસાયટીમાં લાંબા સમયથી તૂટેલા રોડથી મહિલાઓ સહિતના લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ૧૦ વર્ષથી તૂટેલા રોડ સાથે જીવતા લત્તાવાસીઓ અનેક રજુઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ નહિ આવતા આજે મહિલાઓનું ટોળું કચેરીએ ધસી આવ્યું હતું જોકે પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર ના હોવાથી મહિલાઓ વધુ રોષે ભરાઈ હતી. મહિલાઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી હતી જેને ફાઈલોના કાગળો ઉથલાવી નાખ્યા હતા તેમજ ખુરશીઓ પણ ફેંકી દઈને મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો જોકે નીમ્ભર પાલિકા તંત્રને કોઈ શરમ જ ના હોય તેવી રીતે શાસન ચલાવી રહ્યા છે તો આજે મહિલાઓએ થોડો સમય સુધી હંગામો મચાવીને અંતે ચાલતી પકડી હતી. કચેરી પર મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો જોકે ફરિયાદ સંભાળનાર કોઈ ના હોવાથી મહિલાઓને આજે કચેરીએ ફોગટ ફેરો થયો હતો. જોકે પવડી વિભાગે ત્રણ દિવસમાં યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ આ ખાતરી આપ્યા બાદ ખરેખર કામ થઈ જશે કે ફરીથી તારીખ પડશે તેવા સવાલો પણ સહજ થાય છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat