Billboard ad 1150*250 Billboard ad 1150*250

એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ, ટંકારાના ઓટાળા ગામે થયેલી ફરિયાદ ખોટી હોવા અંગે આવેદન

સીસીટીવી ફૂટજે યુવાનની પોલ ,ખોલી નાખી, કલેકટર-એસપીને આવેદન

સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટમાં સુધારા કરીને યોગ્ય તાપસ બાદ ધરપકડ કરવા સૂચવ્યું હતું પરંતુ કેન્દ્રની સરકાર આ કાયદામાં સુધારાને અવગણીને જાતિવાદી રાજકારણ કરી રહી છે એટ્રોસિટી એક્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવતો હોય છે જેનું તાજું ઉદાહરણ ટંકારાના ઓટાળા ગામે જોવા મળ્યું છે જેમાં યુવાન દ્વારા કરેલી એટ્રોસિટી ફરિયાદ ખોટી પુરવાર થઇ હોય અને સીસીટીવી ફૂટેજ પુરાવારૂપે હોય જે મામલે જિલ્લા એસપીને આવેદન પાઠવવામાં આવ્યું છે.

સામાજિક કાર્યકર ધીરૂભાઇ ભીમાણીએ જિલ્લા એસપીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ગત તા. 02-08-18 ના રોજ ટંકારાના ઓટાળા ગામના યુવાન સુરેશ નથુભાઈ દ્વારા એ જ ગામના પટેલ કરમશીભાઈ ભીમજીભાઈ અને દીપકલાલ કરમશી તેમજ દલપતભાઈ હરિભાઈ પર એટોસીટી ફરિયાદ દાખલ કરી છે જોકે એટ્રોસિટી નામે જે ફરિયાદો થાય છે તે મોટાભગે ખોટી હોય છે આ ફરિયાદમાં પણ એવું જ છે જ્યાં ફરિયાદી બનાવ બન્યાનું સ્થળ બતાવે છે ત્યાં કોઈ બનાવ બન્યો નથી પરંતુ ઓટાળા ગામના પાદરમાં સ્ટેટ હાઇવે પરની હોટલ પાસે તોહમતદાર કરમશીભાઇ એક ખાટલા પર સુતા છે જ્યાં પચ્ચીસ-પચાસ લોકોની હાજરીમાં ફરિયાદી લાકડી લઈને આવે છે

અને તહોમતદારને છંછેડવા માટે ખાટલા પાર સુતેલા કરમશીભાઇને લાકડી મારીને ઝઘડાનું બહાનું ઉભું કરે છે ખાટલા માં સુતેલા કરમશીભાઇને ફરિયાદી દલિત યુવાન સુરેશભાઈ લાકડી માર્ટા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે જેમાં લાકડી માર્ટા સ્પષ્ટ દેખાય છે અને ત્યારબાદ ફરિયાદી સુરેશભાઈ પોતાના જ માણસ પાસે માર મરાવી ઈજાઓ કરી દવાખાને દાખલ થઈને ખોટી એટ્રોસિટી ફરિયાદ કરે છે

આ બનાવમાં જાતે જ ઇજા કરવાનું સ્ટંટ ફરિયાદી કરે છે તે હાઇવે પરના ધરતી પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં આખું દ્રશ્ય કેદ થાય છે દલિત યુવાન અને તેનો એક સાગરીત બાઈક પાર પંપ નજીક આવે છે ત્યાં ફરિયાદી સુરેશ પોતાના કપડાં ઉતારે છે અને તેમનો સાગરીત તેને લાકડી ફટકારે છે આ દ્રશ્યને વિભાભાઇ ભરવાડ નામના એક શખ્શે પણ નિહાળ્યું છે જે સાક્ષી તરીકે નિવેદન આપી ચુક્યા છે

ત્યારે એટ્રોસિટીનો દુરુપયોગ કરનાર સામે પોલીસ જાતે ફરિયાદી બની આ મામલે ફરિયાદ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજના સજ્જન અને ઈમાનદાર લોકો આ કાયદાના ગેર ઉપયોગથી બચે અને અન્ય આવા ખોટા કેસો કરતા અટકે તે માટે પગલાં ભરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat