

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા થોડા સમય અગાઉ પોલીસ કર્મચારીઓને દિવાળીનું બોનસ આપીને બઢતીના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ચુંટણી નજીક છે જેને ધ્યાને લઈને બદલીનો દોર તમામ વિભાગોમાં ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા પોલીસવડાએ ૪૭ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે. મોરબી એ ડીવીઝન, બી ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકો તેમજ એલસીબી જેવી બ્રાંચમાં ફરજ બજાવતા કુલ ૪૭ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.