Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદની સરકારી શાળાનુ રીનોવેશન શિક્ષકે સ્વખર્ચે કરી સમાજને અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું

સરકારી શાળા નંબર ૭ ડી.વી.પરખાણી પે.સે.શાળા નું શાળા પરિવારના સભ્યો દ્વારા શાળાને રીનોવેશન કરી સુંદર સંકુલ બનાવ્યું

આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાનું પસંદ કરે છે ત્યારે હળવદ ની સરકારી શાળા નંબર ૭ ડી.વી.પરખાણી પે.સેન્ટર શાળા નો શાળા પરિવાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરી સમાજને એક અનોખો રાહ ચીંધ્યો છે. હળવદ દંતેશ્વર દરવાજા પાસે આવેલ ડી વી પરખાણી પે.સેન્ટર શાળા નુ રિનોવેશન કરવામાં આવ્યુ.

હાલમાં કોરોનાવાયરસ ની કારણે શાળા-કોલેજો બંધ છે ત્યારે હળવદ ખાતે આવેલ સરકારી સ્કૂલ ડી.વી .પરખાણી પે.સેન્ટર શાળાના રીનોવેશન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમા ઉત્સાહી ખંતિલા આને હંમેશા સ્કુલ માટે એકટીવા રહેતા એવા મુખ્ય દાતા ઘનશ્યામભાઈ દેથરીયા તેમજ શાળા પરિવારના અન્ય સભ્યો દ્વારા શાળા નું રીનોવેશન કરી સુંદર સંકુલ બનાવવામાં આવ્યુ. આમ સરકારી સ્કૂલ નું રીનોવેશન કરી સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે.

Comments
Loading...
WhatsApp chat