Billboard ad 1150*250

ચેકડેમના રીપેરીંગ તેમજ ગામોના તળાવના રીપેરીંગ કરી તળાવોને નવસાધ્ય કરો

0 54
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગુજરાત સરકારે રાજ્યમાં હજારોની સંખ્યામાં ચેકડેમો બનાવ્યા છે અને ચાલુ વર્ષે સારા વરસાદને પગલે પાણીની આવક થઇ છે ત્યારે ચેકડેમનું રીપેરીંગ અને ગામના તળાવોનું રીપેરીંગ કરીને તળાવોને નવસાધ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે

        મોરબી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજ્યમાં સારા વરસાદ થયા છે ત્યારે જે ચેકડેમને રીપેરીંગ કરી સકાય તેને રીપેરીંગ કરવામાં આવે અને જ્યાં જરૂરત છે ત્યાં નવા ચેકડેમ કરવામાં આવે તે ઉપરાંત ગામોમાં રાજાશાહી વખતના જુના તળાવો આવેલ છે તેને નવસાધ્ય કરવામાં આવે અને ઊંડા ઉતારવામાં આવે, પાળા મજબુત કરવામાં આવે તેમજ પાકા બાંધકામ કરાય તો પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઇ સકે છે  મોરબી જીલ્લાના મોટા દહીંસરા ગામનું તળાવ એક નાના ડેમ જેવડું છે અમુક ગામોમાં સીમમાં પણ તળાવો આવેલ છે જેથી સંબંધિત વિભાગને સુચના આપીને કામોને અગ્રતાના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી છે ચાલુ વર્ષે જો બધા ચેકડેમ અને તળાવો સારી સ્થિતિમાં હોત તો જે પાણી દરિયામાં વહી ગયું તેનો સંગ્રહ કરી શકાયો હોત ખેડૂતો અને સ્થાનિકો આ પાણીનો ઉપયોગ કરી સકે તેમ હતું જેથી બધા ચેકડેમ અને તળાવો રીપેરીંગ થઇ જાય અને પાણીનો વધુ સંગ્રહ કરીને પાણી દરિયામાં ભળતું અટકાવવાની દિશામાં જરૂરી પગલા ભરવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat