માળિયામાં સુરજબારીથી ટીકર રણ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગ માટે બનાવેલ મોટા પાળા દુર કરો

આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળીએ કલેકટરને આવેદન પાઠવ્યું 

 

માળિયા તાલુકાથી ટીકર રણ વિસ્તારમાં મીઠા ઉદ્યોગ માટે બનાવેલ મોટા પાળા દુર કરવાની માંગ સાથે આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

જે આવેદનમાં જણાવ્યું છે કે માળિયા વિસ્તારમાં પરંપરાગત રીતે માછીમાર સમુદાય માછીમારી-ઝીંગા પકડવાનો વ્યવસાય કરે છે જુલાઈથી નવેમ્બર દરમિયાન માછીમાર સમુદાય કચ્છના નાણા રણમાં સુરજબારીથી ટીકર રણ વિસ્તારમાં માછીમારી માટે જાય છે અને રણ વિસ્તારમાં મીઠાનો ઉદ્યોગ નવેમ્બર માસથી જુન માસ દરમિયાન ચાલુ રહે છે મીઠા ઉદ્યોગ દ્વારા મોટા મોટા માટીના પાળા બનાવે છે જે મીઠાનો સમય પૂરો થયા બાદ પાકી દીવાલ જેવા પાળા એ જ સ્થિતિમાં ઉભા રહે છે જેથી માછીમારી કરનાર માટે પાણીની અવરજવર બંધ થઇ જાય છે જેથી માછીમારી પર નભતા પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાય છે જેથી પ્રશ્ન મામલે તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat