ગણપતિ મહોત્સવમાં સુંદરકાંડ, સત્યનારાયણ કથા સહિતના ધાર્મિક કાર્યક્રમ

દાંડિયારાસની રમઝટ અને પૂજન અર્ચન કરી મહોત્સવની ઉજવણી

મોરબી શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં પૂજન અર્ચન સાથે વિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે

શહેરના ગ્રીન ચોક નજીક આવેલા ઘંટિયાપા વિસ્તારમાં ઘંટિયાપા મિત્ર મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં સવાર સાંજ આરતી અને પૂજન અર્ચન ઉપરાંત રાસ ગરબાની રમઝટ જામે છે તો મંગળવારે સુંદરકાંડના પાઠ અને બુધવારે સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રાસ ગરબાની રમઝટ સાથે ધાર્મિક કાર્યક્રમોને લત્તાવાસીઓ મન ભરીને માણી રહ્યા છે મહોત્સવને સફળ બનાવવા મિત્ર મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે તો આસપાસના વિસ્તારના લોકો પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat