

દીપાવલીના પર્વ નિમિતે ઠેર ઠેર અન્નકૂટ દર્શન, ચોપડા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે ત્યારે મોરબીના સ્વામીનારાયણ મંદિર ખાતે દીપાળવી અને નૂતન વર્ષ નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
મોરબીના સરદાર બાગ પાસે આવેલા શિખર બદ્ધ સ્વામીનારાયણ મંદિર ખાતે દીપાવલી નિમિતે તા. ૦૭ ને બુધવારે સાંજે ૫ કલાકે લક્ષ્મીજી પૂજન, ચોપડા પૂજન યોજાશે તે ઉપરાંત નૂતન વર્ષ નિમિતે તા. ૦૮ ને ગુરુવારે સવારે ૦૫ : ૪૫ કલાકે મંગળા આરતી, સવારે ૧૧ : ૪૫ કલાકે છપ્પન ભોગ અન્ન્કોત દર્શનની આરતી, સાંજે ૦૬ : ૩૦ થી ૦૭ : ૪૫ સુધી સ્નેહ મિલન સભા તેમજ સાંજે ૦૪ કલાકે અન્નકૂટ દર્શન અને સાંજે ૦૭ : ૪૫ કલાકે શણગાર આરતી યોજાશે જે દર્શનનો હરીભક્તોએ લાભ લેવા જણાવ્યું છે