Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ભારતીય શિક્ષણ પ્રણાલી આધારિત પાંચ ગ્રંથોનું વિમોચન

ભારતીય શિક્ષણ પદ્ધતિ અને શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ હતી જે ગુલામીના કાળમાં વિસરાઈ ગયા બાદ પુનઃ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને અમલી બનાવવાના પ્રયાસના ભાગરૂપે આજે ભારતીય શિક્ષણ પ્રણાલી સમ્યક વિચાર કરનારી ગ્રંથમાળાનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સરસ્વતી શિશુમંદિર ખાતે આજે ભારતીય શિક્ષણ પ્રણાલી પર આધારિત પાંચ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું ગ્રંથોનું વિમોચન મુંજકા સ્વામી પરમાત્માનંદના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરએસએસ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઈન્દુમતીબેન કાટદરે, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવર અને મોરબી ફ્લોર ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગ્રંથોના વિમોચન બાદ તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat