



મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફીના ચલણ સ્વીકારવામાં ચાલતી ઢીલી કામગીરીને પગલે આ મામલે પોસ્ટ ઓફીસના દિલ્હી ખાતેના હેડ ક્વાર્ટરમાં રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે
મોરબીના જાગૃત નાગરિક જેરામ રામરખીયાંનીએ દિલ્હી હેડ ક્વાર્ટરમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં જુનીયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓના ફીના ચલણ ભરવામાં ઉમેદવારોને સમસ્યાનો સામનો કરવો પડે છે પોસ્ટ ઓફીસના સ્ટાફ ઈમાનદારીથી કાર્ય કરતા નથી અને પોતાના સગા અને લાગતા વળગતાનાં ચલણ એકી સાથે ભરી આપે છે જયારે ઉમેદવારોને અન્યના ચલણ ભરી દેતા નથી પોસ્ટ ઓફીસ ૨ બારી કાર્યરત કરવાને બદલે એક જ બારીથી કામગીરી ચલાવે છે જેથી અનેક ઉમેદવારો સમયસર પરીક્ષા ફી ના ભરી સાકીને પરીક્ષા આપવાથી વંચિત રહી જતા હોય છે જેથી આં મામલે યોગ્ય કરવા અને પોસ્ટ ઓફીસના સ્ટાફના વાણી વર્તન મામલે યોગ્ય સૂચનાઓ આપવાની માંગ કરી છે



