આનંદો : મોરબીના મચ્છુ ૨ ડેમમાં ૧૨૦૦ કયુસેક પાણી છોડાયું, Video

મોરબી પંથકમાં ચાલુ ચોમાસામાં પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો છે અને શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પીવાના પાણીનો જથ્થો ઓછો હોય જેને પગલે નર્મદા લીંક ૧ થી મોરબીના મચ્છુ ૨ ડેમમાં છોડવામાં આવેલું ૧૨૦૦ કયુસેક પાણી મચ્છુ ડેમમાં પહોંચી જતા આજે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા

મચ્છુ ૨ ડેમમાં નર્મદા ડેમમાંથી ૧૨૦૦ કયુસેક જળ જથ્થો ઠાલવવામાં આવ્યો હોય જેથી આજે મચ્છુ ૨ ડેમ ખાતે જીલ્લા કલેકટર આર.જે. માકડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા, લખ્ભાઈ જારીયા, ઈરીગેશનના ઉપાધ્યાય મનન રાવલ, મચ્છુ ૨ ડેમના અધિકારી સહિતના તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને નવા નીરના પૂજન કરીને વિધિવત રીતે વધામણા કર્યા હતા

આ પ્રસંગે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે કાલે સાંજે પાણી છોડવામાં આવ્યું હોય જે મચ્છુ ૨ ડેમમાં પહોંચી ગયું છે તેમજ મોરબીની જરૂરીયાત મુજબ પાણી છોડવામાં આવશે ને મોરબીમાં જળ સંકટ દુર થઇ ગયું છે તેમજ જરૂર પડ્યે જે આ ડેમ મધર ડેમ છે આ ડેમ સાથે લીંક જેટલા ડેમો છે તેમાં જરૂરત પડ્યે પાણી છોડવામાં આવશે

જુઓ વિડીયો…………….

Comments
Loading...
WhatsApp chat