

મોરબી જિલ્લા પંચાયતના ૧૬ બાગી સદસ્યોએ પક્ષના વ્હીપનો ઉલાળિયો કરીને પોતાની મનમાની ચલાવી હોય જે મામલે જીલ્લા પંચાયતના કોંગ્રેસના જ સદસ્યે ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા માટેની કરેલી મામલે આજે ફરીથી મુદત પડી છે અને હવે આગામી તા. ૧૪-૧૧ ના રોજ સુનાવણી હાથ ધરાશે
મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય હેમાંગભાઈ રાવલે ગુજરાત રાજ્યના નામોનિર્દિષ્ટ અધિકારીની કચેરીમાં જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને પૂર્વ પ્રમુખ સહિતના ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કાયદેસર પગલા લેવાની અરજી કરી હતી જે અરજી મામલે તા. ૧૭ ના રોજ સુનાવણી થઇ ના હતી અને ૦૧-૧૧ ની મુદત પડી હતી
તો આજે ગાંધીનગર ખાતે સુનાવણી હોય જેથી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના ૧૬ સદસ્યો પહોંચ્યા હતા જોકે આજે પણ કોઈ ફેંસલો કરવામાં આવ્યો નથી અને ફરીથી મુદત પડી છે જેથી હવે આગામી ૧૪-૧૧ ના રોજ સુનાવણી હાથ ધરાય ત્યારે ૧૬ સદસ્યોના ભાવિનો ફેંસલો થશે તો બાગી ૧૬ સદસ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે છે કે નહિ તેના પર ભાજપ-કોંગ્રેસના આગેવાનોની નજર મંડરાયેલી છે