મોરબી જિલ્લામાં પૂરક પરીક્ષા સંદર્ભે અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૦૯-૦૭-૨૦૧૮ સુધી ધોરણ-૧૦(એસ.એસ.સી) ની અને ધોરણ-૧૨(એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ની પૂરક પરીક્ષાઓ યોજનાર હોય, આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે માટેફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે

જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા મોરબી જિલ્લામા મોરબી શહેરમાં આગામી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ની પૂરક પરીક્ષા તા.૦૯-૭-૨૦૧૮ સુધી લેવાનાર છે. જે પરીક્ષા માટે મોરબી જિલ્લામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ના વિસ્તારમાં તા.૦૯-૭-૨૦૧૮ સુધી પરીક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષાકાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ કરવુનહી તેવો હુકમ ફરમાવેલ છે.

આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષા ર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને પરીક્ષા ર્થીઓ મોબાઇલ ફોન સાથે લઇ જઇ શકશે નહી.), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને, લાગુ પડશે નહિ આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

Comments
Loading...
WhatsApp chat