



હળવદ પંથકમાં સરકારી અનાજના કોભાંડનો પર્દાફાશ થયો છે અને એસઓજી ટીમના દરોડા બાદ તંત્ર દોડી ગયું હતું જે ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે તો હવે જવાબદારો સામે ફોજદારી રાહે પગલા ભરવાના આદેશ બાદ આ અંગેની હિલચાલ જોવા મળી રહી છે.
હળવદના એલીગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ લી નામની પેઢીમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને સરકારી અનાજ કોભાંડના પર્દાફાશ બાદ મામલતદાર ટીમ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું જે બનાવને પગલે જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ પણ દોડી ગયા હતા ગોડાઉન સીલ કર્યા બાદ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ તેવો આદેશ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો જીલ્લા પુરવઠા અધિકારીએ જીલ્લા પુરવઠા મામલતદાર નિગમ અધિકારી રીનાબેનને ફોજદારી રાહે પગલા ભરવા આદેશ કર્યો છે જેના પગલે હવે છ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે
જેમાં નાયબ મામલતદાર પ્રિયંકાબા ફરિયાદી બની ફોજદારી ગુન્હો નોંધાવશે તેવી માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો અનાજ કોભાંડ મામલે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેથી કોભાંડ સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે



