મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી નાસી ગયેલી સગીરા ક્યાંથી મળી આવી ? જાણો અહી…

 

મોરબીની વિકાસ વિધાલયમાં રહેતી સગીરા તા.૩ ના રોજ ત્યાંથી નજર ચૂકવીને નાશી ગઈ હતી જેની જાણ મોરબી બી.ડીવીઝન પોલીસ, મહિલા પોલીસ અને જીલ્લા બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષા વિભાગની ટીમે તપાસ હાથ ધરતા સગીરા મળી આવી હતી.

મળતી વિગત મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલયમાં રહેતી એક સગીરા તા.૩ ના બપોરના સુમારે પોતાને ત્યાં ગમતું ન હોય જેથી નજર ચૂકવી નાશી ગઈ હતી.ધટનાની જાણ મોરબી પોલીસ, જીલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જીલ્લા સમાજ સુરક્ષા વિભાગને થતા સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવતા તેણી દુરના દુરના ફઇ જામનગર વાળાના ઘરે જતી રહી હતી,તેણીને સમજાવટ બાદ આખરે તે માની જતા પરત મોરબી લાવીને વિકાસ વિધાલયમાં મોકલવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat