માળીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની ભરતી કરો

ભાજપ પ્રમુખે કરી આરોગ્ય મંત્રીને રજૂઆત

માળિયા શહેરમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટરો ના હોય જેથી આ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ કથળી ગયેલી છે જે મામલે ભાજપ પ્રમુખે રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

માળિયા શહેર ભાજપ પ્રમુખ અલીયાસ મોવરે રાજ્યના આરોગ્ય મંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા શહેરમાં આશરે ૨૦ થી ૨૫ હજારની વસ્તી છે તેમજ વાંઢ વિસ્તાર સાથે ૪૦ જેટલા ગામડાઓ છે જેમાં મોટાભાગે શ્રમિક વર્ગના લોકો વસે છે જે ગરીબ લોકો ખાનગી હોસ્પિટલના ખર્ચ ઉઠાવી શકવા સક્ષમ નથી

જયારે માળિયા શહેરમાં આવેલ એકમાત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકપણ કાયમી ડોક્ટર નથી જેથી તબીબી સેવાઓનો અભાવ વર્તાય છે તો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને માળિયા વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી પગલા ભરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat