રેકર્ડ સર્જાયો : મોરબીના મોબાઈલ ગ્રાહકને બે પૈસાનો રીફંડ ચેક આપ્યો
૦.૦૨ પૈસાના રીફંડ ચેકને પગલે ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન



દેશ દુનિયામાં અનેક વિક્રમો સર્જાતા હોય છે અને ક્યારેક અચંબામાં મૂકી દે તેવા રેકોર્ડ બનતા હોય છે આવો જ એક રેકોર્ડ મોરબીમાં બન્યો છે જેમાં વોડાફોન કંપની તરફથી ૦.૦૨ પૈસાનો રીફંડ ચેક મેળવવા બદલ મોરબીના સંદીપ રાવલને સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેમેન્ટ મેડ નો ખિતાબ મળ્યો છે.
મોરબીના સંદીપભાઈ રાવલે તેનું વોડાફોનનું સીમકાર્ડ પોસ્ટપેઈડમાંથી પ્રી પેઈડ કરાવ્યું હતું ત્યારે વોડાફોનના સીસ્ટમમાં ક્ષતિને કારણે રકમ રાઉન્ડ ફિગર ના થતા રૂ. ૦.૯૮ ચૂકવવાના બાકી રહ્યા હતા ત્યારબાદ સંદીપભાઈએ રૂ ૧ ચૂકવ્યા હતા જેને પગલે ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ વોડાફોન મોબાઈલ સર્વિસ લીમીટેડ દ્વારા કોટક મહિન્દ્રા બેંકનો ચેક નં ૮૯૨૨૩૭ ઇસ્યુ કરીને સંદીપભાઈને રૂ. ૦.૦૨ નું રીફંડ આપ્યું હતું જે નેશનલ રેકોર્ડ સર્જાયો છે
કારણકે ભારતમાં અત્યાર સુધી મલ્ટી નેશનલ કંપની દ્વારા આટલી નાની રકમ કોઈને ચુકવવામાં આવી નથી વોડાફોન મોબાઈલ સર્વિસ લીમીટેડ પાસેથી ૦.૦૨ નું રીફંડ મેળવી સૌથી નાની રકમનું રીફંડ મેળવવાનો વિક્રમ સર્જ્યો છે. ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ દ્વારા સંદીપભાઈને સ્મોલેસ્ટ એવર અમાઉન્ટ ચેક પેમેન્ટ મેડનો ખિતાબ મળ્યો છે

