નવલખી બંદરની રેકર્ડબ્રેક કામગીરી, ચાલુ વર્ષે ૮ મીલીયન ટન કાર્ગોનું પરિવહન



મોરબી જીલ્લાનું એકમાત્ર નવલખી બંદર વિકાસના માર્ગ પર છે. નવલખી બંદરના જવાબદાર અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમવર્કને પ્રોત્સાહન મળતા જુના રેકોર્ડ તૂટી રહ્યા છે અને નવલખી બંદર વિકાસ ની રાહ પર દોટ મૂકી રહ્યું છે.
નવલખી બંદરની સ્થાપના બાદ ઉતરોતર બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે હાલ બંદરના કેપ્ટન એ.બી.સોલંકીની રાહબરી હેઠળ નવલખી બંદર ખાતે થોડા સમય પૂર્વે જ વિશાલ બાર્જ સૌપ્રથમ વખત આવ્યું હતું તો છેલ્લા ૩૫ વર્ષમાં સૌથી વધુ કાર્ગો કેરિયરનો રેકોર્ડ પણ આ વર્ષે નોંધાવવા જઈ રહ્યો છે.
૧ એપ્રિલ ૨૦૧૭ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧ સુધીમાં જ ૭.૪૭ મીલીયન કાર્ગો નવલખી બંદર ખાતે હેન્ડલ કરવામાં આવ્યું છે અને આ આંકડો ચાલુ વર્ષના અંત સુધીમાં ૮ મીલીયન ટન ને વટાવી જશે તેવો આશાવાદ બંદરના અધિકારીએ વ્યક્ત કર્યો છે તો ચાલુ વર્ષ જે ૮ મીલીયન ટન કાર્ગો કેરિયર કરવામાં આવ્યું છે તે આ બંદરના ઈતિહાસના અગાઉના બધા રેકોર્ડ તોડી નાખશે અને નવો કીર્તિમાન બની રહેશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO અને VC અજય ભાડું અને કેપ્ટન એ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ નવલખી બંદરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને ભવિષ્યમાં પણ બંદરને વધુ વિકાસની ઉંચાઈએ લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

