મોરબીના લીલાપર રોડ પર બઘડાટી, સામસામી ફરિયાદ

મોરબીના લીલાપર રોડ પર જૂની અદાવતનો ખાર રાખી બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં મારામારી અને ધાક ધમકીઓ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના લીલાપર રોડ પરના રહેવાસી રાજુભા ગોવિંદભા ગઢવી (ઉ.વ.૩૧) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અજય કોળી સાથે એક વર્ષ અગાઉ કેબીન ખાલી કરવા બાબતે ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખીને ઘરે જવાના રસ્તા પર કેબીન પાસે ટેબલ રાખી બેસેલ હોય જે હટાવવાનું કહેતા આરોપી અજય કોળીએ લોખંડના પાઈપ વતી માર મારી તેમજ રમેશ કોળી અને વજીબેન સહિતનાઓએ તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું જણાવ્યું છે જયારે સામાપક્ષે વજીબેન ગણેશભાઈ ઝીન્ઝવાડિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નારાણભા રામભા ગઢવી, ગોવિંદભા રામભા ગઢવી અને જબરભા ગોવિંદભા ગઢવી રહે. તમામ લીલાપર રોડ વાળાએ ફરિયાદીની ચાની લારી પાસે આવીને જગ્યા ખાલી કરી દેજો તેમ કહી ગાળો આપી લાકડીથી ડાબા હાથમાં ઈજા કરી તેમજ સાહેદ અજયને ઢીકા પાટું અને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat