Billboard ad 1150*250

સૌરાષ્ટ્રમાં વરસાદથી ઊભા પાક ઉપર કાચું સોનું વરસ્યુઃ સોનું પણ ચમક્યું

0 105
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટા-છવાટા વરસાદની સાથે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડ્યો હોવાથી ઊભા પાક માટે આ વરસાદ કાચા સોના સમાન છે. ખાસ કરીને જે ખેડૂતોએ જૂન મધ્યમાં વાવણી કરી હતી અને પાણીની સગવડતા નહોંતી એવા ખેતરોમાં પાકને જીવતદના મળ્યું છે. ચાલુ સપ્તાહમાં હજી પણ સારા વરસાદની સંભાવનાં છે. મધ્ય-ઉત્તર ગુજરાત સહિતનાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થવાની ધારણાં છે. ગાંધીનગરનાં જયોતિષ અંબાલાલ પટેલે માને છેકે પૂષ્યનક્ષત્રનો યોગ શરૂ થયો હોવાથી પંદર દિવસ સર્વત્ર સારો વરસાદ પડશે અને પાક માટે પણ ફાયદાકારક રહેશે.

Post ad 2

એગ્રી કોમોડિટી બજારોમાં વિતેલા સપ્તાહ સુધી સરેરાશ તેજી હતી. દેશમાં વરસાદની ૧૬ ટકા અને ગુજરાતમાં ૫૦ ટકા ઉપરની ખાધ હોવાથી બજારો ભડક્યાં હતા, પરંતુ હવે તમામ ખરીફ વાવેતર વિસ્તારમાં સારો વરસાદ છે, જેને પગલે સરેરાશ બજારો ઘટી શકે છે.  ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર સહિત સર્વત્ર હવે વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું સક્રીય બની ગયું છે. જોકે જુલાઈ પૂરો થવા આવ્યો હોવાથી તમામ આધારા ચોમાસાનાં બાકીનાં બે મહિના દરમિયાન જ છે.

બજારની વાત કરીએ તો કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રૂનાં ઉત્પાદનનો અંદાજ વધુ બે લાખ ગાંસડી ઘટાડીને ૩૧૦ લાખ ગાંસ઼ડી કર્યો છે. વૈશ્વિક ભાવ ત્રણ વર્ષનાં તળિયે છે, પરંતુ ભારતીય ભાવ રૂ.૪૪૦૦૦થી ૪૫૦૦૦ વચ્ચે છે. પરિણામે આયાતી રૂ ખાંડીએ બે થી અઢી હજાર સસ્તુ મળે છે. પરિણામે આયાત વેપારો વધવાની ધારણાં છે.

નોન એગ્રી કોમોડિટીની વાત કરીએ તો સોનું-ચાંદી હાલ આસમાને ઉડી રહ્યું છે. સોનું રૂ.૩૬૦૦૦ની ઉપર અને ચાંદી રૂ.૪૦૦૦૦ની ઉપર પહોંચી છે. દિવાળીએ સોનું રૂ.૩૮૦૦૦થી ૪૦૦૦૦ની વચ્ચે પહોંચવાની આગાહીઓ છે, પરંતુ આનો આધાર અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પની નીતિ ઉપર વધારે છે, પરિણામે સાવચેતી રાખીને વેપાર કરવો જરૂરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat