માજી મંત્રીને ફોન પર ધમકી આપનાર રવિ પુજારી ગેંગની માણસ પોલીસ સકંજામાં

રાજ્યના પૂર્વ મંત્રી જયતીભાઈ કવાડિયા બે દિવસ ફોન ઉપર રવિ પૂજારી ગેંગ ના શખ્સ રુપિયા ૫ લાખ આપી દે નહિ તો વીમો ઉતારી લે જો તેવી ધમકી આપી હતી જે અંગે એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે

રાજ્યના પૂર્વ મંત્રી અને હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ કવાડીયાને અન્ડરવર્ડ ડોન રવિપુજારીના માણસ તરીકે ફોનથી ધમકી આપી રૂપીયા ૫,૦૦,૦૦૦ ની ખંડણી માંગવામાં આવતી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તે પ્રકરણમાં મોરબી એલસીબીએ મુંબઇ અને અમદાવાદ પોલીસની મદદથી બૉલીવુડના આસિસ્ટન્ટ ડાયરેકટરને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
મળતી વિગત મુજબ તારીખ ૧૬ના રોજ ભાજપના માજી મંત્રી જયંતીભાઇ કવાડીયાને મોબાઇલ ફોન ઉપર ગેંગસ્ટર રવી પુજારીના માણસ તરીકે ઓળખ આપી મોબાઇલ ફોનથી ધમકી આપી રૂપીયા ૫,૦૦,૦૦૦/-ની ખંડણી માંગવામાં આવી હતી આ બનાવની ગંભીરતાથી લઈને નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.૫ટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણા તુરત જ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પો.હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ ચૌધરી, રજીકાન્તભાઇ કૈલા, પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા તથા દશરથર્સિહ પરમારની એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસમાં મોકલી હતી.

બનાવની ગંભીરતા જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.૫ટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણા તુરત જ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા પો.હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ ચૌધરી, રજીકાન્તભાઇ કૈલા, પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા તથા દશરથર્સિહ પરમારની એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસમાં મોકલી હતી.

ખંડણીની ધમકી આપનાર શખ્સને દબોચવા મોરબી એલસીબીની ટીમે અમદાવાદ કાઇમબ્રાન્ચનું માર્ગદર્શન મેળવવા ઉપરાંત મુંબઇ પોલીસના ખંડણી વિરોધી દળની મદદ લઇ મોબાઇલ ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ ધંધો, ફિલ્મક્ષેત્રે આસીસ્ટન્ટ ડાયરેક્ટર રહે. મુબઇ વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો.

મોરબી એલસીબીને હાથે ઝડપાયેલા ફિલ્મ ડાયરેક્ટરે અગાઉ બોલીવુડના પાંચ થી છ કલાકારો પાસે પણ આવી જ રીતે મોબાઇલ ફોન ઉપર ધમકી આપી ખંડણી માગેલાની કબુલાત આપેલ હતી.હાલમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી પોતે ગેંગસ્ટર રવી પુજારીનો માણસ હોવાની તમામને ખોટી ઓળખ આપી ધમકી આપતો હતો. જેની મુંબઇથી ધરપકડ કરી મોરબી એલ.સી.બી. પોલીસ રવાના થઈ હોવાનું જાણવા મળ્યુ છે.

Comments
Loading...
WhatsApp chat