રવાપર તાલુકા શાળા તથા રફાળેશ્વર સી.આર.સી ગ્રુપ દ્રારા સેવાકાલીન તાલીમ કાર્યક્રમનું આયોજન થયું

શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત તારીખ 5 ઓગસ્ટને શનિવારના રોજ રવાપર તાલુકા શાળા સી.આર.સી. તથા રફાળેશ્વર સી.આર.સી ગ્રુપના તમામ શિક્ષકોના એક દિવસીય સેવાકાલીન તાલીમ કાર્યક્રમનું આયોજન થયું.જેમા સુનિલ દેથરિયા દ્વારા પ્રાથના કાર્યક્રમનુ સુંદર સંચાલન કરવામા આવ્યુ હતુ.ગાંધીનગરથી બાયસેગ સ્ટુડિયોના માધ્યમથી માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી એમ.આઈ.જોશી સાહેબ,જી.સી.ઈ. આર.ટી.ના નિયામકશ્રી ટી.એસ.જોશી સાહેબ,રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવશ્રી,રાજ્યના રમત ગમત અધિકારી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે),NMMS પરિક્ષા,ખેલ મહાકુંભ જેવા વિષયો પર શિક્ષકોને સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.  સમગ્ર તાલીમ વર્ગ સીઆરસી કો.ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાના માર્ગદર્શન, આયોજન અને તમામ શિક્ષકો ના સહયોગ થી સફળ બની રહ્યો.

 

Comments
Loading...
WhatsApp chat