


મોરબીના રવાપર ગામે બનેલી સોસાયટીમાં પીવાના પાણીનો પ્રશ્ન હોય જે મામલે મહિલાઓની ધીરજ આજે ખૂટી પડતા મહિલાઓએ પથ્થરમારો કરીને બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી હતી.
રવાપર ગામે બનેલી રવાપર રેસીડેન્સીમાં ભરઉનાળે પાણીનો પ્રશ્નો સર્જાયો હોય અને થોડા દિવસો પૂર્વે મહિલાઓના ટોળાએ ગ્રામ પંચાયતમાં રજુઆત કરી હતી જોકે છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો ના હોય જેથી આજે મહિલાઓની ધીરજ ખૂટી પડતા મહિલાનું એક ટોળું રોષે ભરાઈ પથ્થરમારો કર્યો હતો અને બિલ્ડરની ઓફીસ પર કરેલા પથ્થરમારામાં ઓફીસના કાચ તૂટ્યા હતા અને બાદમાં મહિલાઓનું ટોળું પરત ફર્યું હતું

