હળવદમાં વિજય દશમી પર્વ નિમિતે બજરંગદળ દ્વારા રાવણ દહન કરાયું

 

હળવદના સુપ્રિસધ્ધ વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બંજરંગ દળ પ્રખંડ દ્વારા વિજય દશમીના પર્વની ઉજવણીના ભાગરૂપે શ†પુજન કરાયા બાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બજરંગ દળના હોદેદાર સહિત ધાર્મિક સંસ્થાના સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા.

 

શહેરના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે વિશાળ મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમનો પ્રારંભ શિશુ મંદિરની બાળાઓ દ્વારા ભારત માતા અને ભગવાન રામની પુજા – અર્ચના સાથે આરતી ઉતારીને કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહેરમાંથી મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા અને દશેરાના પર્વ નિમિતે વિશાળ કદના રાવણના પુતળાનું ફટાકડાની આતશબાજીથી દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બજરંગ દળના ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. જયારે દિપકદાસજી બાપુ દ્વારા આર્શિવચન પાઠવવામાં આવ્યું હતું.

 

આ તકે બિપીનભાઈ દવે, વલ્લભભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, રણછોડભાઈ દલવાડી, જીગરભાઈ મહેતા, સી.ટી. પટેલ, ઘનશ્યામભાઈ દવે, પિયુષભાઈ દવે સહિત રાજકીય તેમજ ધાર્મિક સંસ્થાના સંતો – મહેતો ઉપÂસ્થત રહ્યા હતા. રાવણ દહનના કાર્યક્રમ વેળાએ શહેરના નગરજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat