રાશનનો જથ્થો રાબેતા મુજબ ચાલુ રહશે : સસ્તા અનાજની દુકાન ધારકોને મિનીમમ કમિશનની માંગણી સરકારે સ્વિકારી

અસહકાર ચળવળનો આજથી અંત : એફ પી એસ સંગઠને કરી જાહેરાત

ટંકારા તાલુકા અને મોરબી જિલ્લા સહિત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા ચાલું મહિને પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સટડાઉન સાથે અસહકાર ચળવડ ઉપર ગયેલા બાદ રાજ્ય સંગઠન સાથે સરકારે સાનુકૂળ વાતાવરણમાં પુરવઠા સચિવ હાજરીમાં મીટીંગ થઈ અને ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા દ્વારા માંગણીઓ બાબતે 20,000 મિનિમમ કમિશનની માંગણીનો સ્વીકાર કરી લેતા અસહકાર ચળવડનો અંત લાવી દુકાનો ચાલુ માસમાં સપ્ટેમ્બર 2023 થી શરૂ કરી દેવાની સંગઠને જાહેરાત કરી છે

વ્યાજબી ભાવના દુકાનદારોને હડતાલનો સાનુકૂળ અંત આવ્યો છે માટે ચાલુ માસમાં રાબેતા મુજબ રાશનીગ જથ્થો મળી જશે. આ હડતાલ ને સફળ બનાવવામાં મોરબી જિલ્લાના દરેક દુકાનદારનો જિલ્લા પ્રમુખ પંકજભાઈ સબાપરા મહામંત્રી આપાભાઈએ એફ પી એસ એશોએશિયનનો આભાર વ્યક્ત કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat