



હાલ નવરાત્રીનો માહોલ જામવા લાગ્યો છે અને સૌ કોઈ નવરાત્રીની તૈયારીમાં લાગ્યા છે ત્યારે મોરબીના ગ્રામ્ય પંથકમાં નાટક યુગ હજુ જીવંત જોવા મળે છે અને આગામી ગુરુવારે એતિહાસિક અને કોમિક નાટકો ભજવાશે
શ્રી ગૌસેવા બજરંગ યુવક મંડળ લીલાપર દ્વારા તા ૧૧ ને ગુરુવારે રાત્રીના ૧૦ કલાકે રામજી મંદિર ચોક, લીલાપર ગામ ખાતે સતી રાણકદેવી અને રા ખેંગાર જેવા એતિહાસિક નાટક અને પેટ પકડીને હસાવતું કોમિક બાપ એક નંબરી બેટા દસ નંબરી નાટકો ભજવાશે જે નાટકો નિહાળવાનો સૌ કોઈએ લાભ લેવા સમસ્ત લીલાપર ગામ અને ગૌસેવ બજરંગ યુવક મંડળ લીલાપર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે



