

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાનું ઘુનડા (ખા.) ગામ અને જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું રસનાળ ગામ બંને જીલ્લા વચ્ચે આવેલા છેલ્લા ગામો છે. રસનાળ ગામથી ઘુનડા જવાનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર છે જે ડામર રોડ બનાવવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે. આ મામલે સ્થાનિક તંત્રથી માંડીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સુધી રજુઆતોનો દોર રસનાળ ગામના સરપંચ કે.પી.જાડેજા દ્વારા ચલાવવામાં આવ્યો છે. રસનાળથી ઘુનડા જતા માર્ગમાં ક્યાય રોડ દેખાતો જ નથી. આ રસ્તો આસપાસના ચારથી પાંચ ગામોને જોડે છે. ગ્રામજનો આ બિસ્માર રોડથી કંટાળી ગયા છે તો તૂટેલા રોડને પગલે એસટી સેવા તેમજ ૧૦૮ જેવી સેવાઓનો લાભ પણ ગ્રામજનો લઇ સકતા નથી. આ રોડ છેલ્લે ક્યારે બનાવવામાં આવ્યો હતો તે પણ ગ્રામજનોને યાદ નથી ત્યારે આ રોડ વહેલી તકે બનાવવાની માંગ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી આ રસ્તો લગભગ ૬ કિલોમીટરનો છે જે અર્ધો જામનગર આવે તો અર્ધો મોરબી જિલામાં આવતી હોવાથી એક ન જીલો આ રોડ બનાવતો નથી જેના લીધે ગ્રામજનો મુશ્કેલી સામનો કરી રહ્યા છે