ટંકારાના ખેડૂતોને સમયસર વીજ પુરવઠો ના મળતો હોવાની રાવ, મામલતદારને આવેદન

 

ટંકારાના અમરાપર, ટોળ સહિતના ગામમાં PGVCL દ્વારા ખેડૂતોને સમયસર વીજ પુરવઠો ના મળતો હોવાથી આજે ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું

જેમાં ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગઢવાળા શાહબુદ્દીનભાઈ ઉસ્માન દ્વારા  લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેના ગામમાં આવતી કોઠારીયા ફીડર બિલેશ્વર ફીડર તથા ટોળ ફીડરમાંથી આવતી લાઈટ છેલ્લા 30-40 દિવસથી ક્યારેય પણ આઠ કલાક સમયસર એકધારી મળી નથી આ લાઈટ અંગે PGVCLની કચેરીમાં ફોન કરતા તેઓ ફોન ઉપાડતા નથી અને ક્યારેક ઉપાડે તો પણ ઉડાઉ જવાબો આપવામાં આવે છે તેમજ ઉપરથી લોડ સેટિંગમાં છે ક્યારે આવશે તેવું પૂછતા ખબર ના હોવાનું અને વડોદરા પૂછવાનું કહેવામાં આવે છે તેમજ ઉપલા અધિકારીનો નંબર આપવાનો ઇનકાર કરે છે
લાઈટ ફોલ્ટમાં છે એવું પણ કહેવામાં આવે છે ક્યારે રીપેર થશે ? તેવું પૂછતાં અમને ખબર નથી, રિપેર થઈ જશે, કયારે થશે તેનો અમને ખ્યાલ નથી અથવા માણસો રીપેર કરવાવાળા, હાજર નથી. એક દિવસમાં આઠ કલાક લાઈટ આપવામાં આવે છે તેમાં પણ દિવસ દરમિયાન ચારથી પાંચ વખત લાઈટ ફોલ્ટ માં જાય છે. આઠ કલાક લાઈટનો ઉપયોગ કરવામાં ખેડૂતોને ઓછામાં ઓછી ૧૫ કલાકનો વેડફાય જાય છે જેથી તાત્કાલિક યોગ્ય પગલા ભરવા અને ખેડૂતોને સળંગ એકધારો વીજ પુરવઠો મળતો રહે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

 

 

Comments
Loading...
WhatsApp chat