



વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાની પ્રક્રિયાના ભાગરૂપે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એર પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રચનાત્મક રંગોળીની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા સાથે સંકળાયેલા દરેક વિદ્યાર્થી તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
બંને શાળાના બાળકો દ્વારા કચરાનો વ્યવસ્થિત નિકાલ, વૃક્ષારોપણ, શિસ્ત અને રાષ્ટ્રીય મિલકતની જાળવણી તેમજ ગાંધી બાપુની ૧૫૦ મી જન્મજયંતી, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, વાઈબ્રન્ટ ઇન્ડીયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સહિતના વિષયો પર વિદ્યાર્થીઓએ આકર્ષક પ્રતીકાત્મક રંગોળીઓ પ્રદર્શિત કરી હતી તેમજ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા સલાડ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી



