

મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલા સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ દ્વારા પ્રદુષણ ફેલાતું હોય અને ખેડૂતોને પાક થતો ના હોય આ મામલે લીલાપર ગામના રહેવાસીએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં અરજી કરીને પગલા ભરવાની માંગ કરી છે
મોરબી આસપાસ વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાતું હોય જેમાં હવા, પાણી અને જમીનના પ્રદુષણની અનેક ફરિયાદો જોવા મળે છે તો આ ફરિયાદોના નિરાકરણ માટે જીપીસીબીની ટીમ ક્લોઝર નોટીસો ફટકારવા સુધીની કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે લીલાપર ગામ નજીક પ્રદુષણની ફરિયાદો ઉઠી છે જેમાં અરજદાર પ્રવીન્નભાઈ વસરામભાઈ રબારીએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે લીલાપર ગામમાં આવલ મેજર સિરામિક અને પાર્થ પેપરમિલ દ્વારા હવાનું પ્રદુષણ ફેલાય છે અને જે પ્રદુષણને લીધે ખેતરમાં પાક થતો નથી પાક પર ધૂળ અને રજકણો જામી જાય છે તો આ પ્રદુષણ ફેલાતું અટકાવવા કંપની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે