રણમલપુરમાં હાર્દિક પટેલના સમર્થનમા પાટીદારોએ રામધુન યોજી

હળવદના તાલુકા ના રણમલપુરે ગામ ના પાટીદાર સમાજ દ્વારા રામધુન બોલાવી પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના લોકો જાડાયા હતા અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફ કરાય તેમજ અલ્પેશ કથીરીયાને જેલ મુકત કરવામાં આવે તેવી માંગ સાથે રામધુન બોલાવવામાં આવી હતી.

 

છેલ્લા ત્રણ વર્ષથી સરકારી સામે પાટીદાર સમાજ અનામત ની માંગ સાથે આદોલન કરી રહ્યા છે ત્યારે રાજયમાં ગામો ગામો પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં રામધુન તેમજ પ્રતિક ધરણાના પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના રણમલપુરગામે પાટીદાર સમાજ દ્વારા હાર્દિકની માંગને સમર્થન કરી પ્રતિક ધરણા પ્રદર્શન તેમજ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં પાટીદાર સમાજના વડીલો, યુવાનો તેમજ મહિલાઓ આ ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા અને વહેલામાં વહેલી તકે હાર્દિક પટેલની માંગ સંતોષવામાં આવે તેવી ભગવાન ને પાથૅના કરવા મા આવી હતી આ પ્રસંગે ત્રણેય ગામો મા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાન અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

 

Comments
Loading...
WhatsApp chat