


મોરબી-માળિયા (મી.) માં વસતા રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન અને બુઝુર્ગ વ્યક્તિઓને સન્માનિત કરવાનો સમારોહ તા. ૨૪-૦૬-૧૮ ને રવિવારના રોજ યોજાશે
રામાનંદી સાધુ સમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ જેને ૮૦ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેમજ ધોરણ ૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તે વિદ્યાર્થીઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ પાસે મોરબી ખાતે તા. ૧૫-૦૬ સુધીમાં જમા કરાવવા જણાવ્યું છે તે ઉપરાંત સમાજના ૮૦ વર્ષ કે તેથી મોટી વયના બુઝુર્ગોએ આધારકાર્ડ કે જન્મના દાખલાની ખરી નકલ જમા કરાવવા યાદીમાં જણાવ્યું છે.

