મોરબી જીલ્લાનું આરોગ્ય રામભરોસે, આરોગ્ય શાખામાં અડધોઅડધ જગ્યા ખાલી

જીલ્લા પંચાયત પ્રમુખે કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત

મોરબીને જીલ્લો બનાવી દેવામાં આવ્યો છે અને જીલ્લા પંચાયત બન્યાને ત્રણ વર્ષનો સમય થઇ ચુક્યો છે જોકે હજુ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ખાલી જગ્યાને કારણે લોકોના સ્વાસ્થય રામભરોસે છે તેમ કહી સકાય.

મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ખાલી જગ્યાઓને કારણે યોગ્ય કામગીરી થઇ સકતી ના હોય જેથી મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાઓના કમિશ્નર કચેરીના અધિક નિયામકને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લો મેલેરિયા જેવા ગંભીર બીમારી માટે સંવેદનશીલ વિસ્તાર છે અને સરકાર દ્વારા હાલ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ખાલી જગ્યા તાકીદે ભરવામાં આવે તેવી માંગ કરી છે.

જીલ્લા આરોગ્ય અધિકારીની ગાંધીનગર ડ્યુટી

મોરબી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા પ્રતીનીયુક્તીથી ગત તા. ૦૬-૦૨-૧૮ થી ગાંધીનગર વડી કચેરીએ ફરજ બજાવે છે અને મોરબી જીલ્લો ચાર્જ પર નભી રહ્યો છે.

જીલ્લામાં અધિકારીઓની કેટલી જગ્યા ખાલી ?

મોરબી જીલ્લાની આરોગ્ય શાખામાં અધિકારીઓના મંજુર મહેકમ અને ખાલી જગ્યાની વાત કરીએ તો જીલ્લાના તબીબી અધિકારી વર્ગ અને ક્વોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસર તેમજ ડીસ્ટ્રીકટ મેલેરિયા ઓફિસરની એક એક જગ્યા મળીને કુલ ૪૬ માંથી માત્ર ૧૯ જ અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે જયારે ૨૭ જગ્યાઓ ખાલી પડી છે જે ક્યારે ભરાશે તેનો જવાબ કોઈ આપતું નથી

તાલુકા કક્ષાના સેટઅપમાં પણ આવી જ સ્થિતિ

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા ઉપરાંત તાલુકાના સેટઅપમાં પણ ખાલી જગ્યાઓની વાત કરીએ તો કુલ ૬૭૧ માંથી માંડ ૩૯૯ જગ્યા ભરેલી છે જેની સામે ૨૭૨ જગ્યા ખાલી પડી છે જેમાં તાલુકા હેલ્થ ઓફિસરની તમામ પાંચ જગ્યા ખાલી પડી છે ત્યારે જીલ્લાના નાગરિકોનું આરોગ્ય ઈશ્વરની દયા પર નિર્ભર બન્યું છે.

Comments
Loading...
WhatsApp chat