મોરબીમાં રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞનો બુધવારથી પ્રારંભ

મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ મોટી માધાણી શેરીમાં મોરધ્વજ હનુમાનજી મંદિર ખાતે મોટી માધાણી મંદિર ખાતે તા.૨૫ને બુધવારથી તા.2-૧૧ ને ગુરુવાર સુધી રામ ચરિત માનસ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધર્મેન્દ્ર મહારાજ માનસ સુંદર (સુખરામ બાપુ) ભક્તોને કથાનું રસપાન કરાવશે.તેમજ આ કથામાં ,મંગલા ચરણ-મહાત્મય,શ્રી રામ પરીવાર વંદના,યાજ્ઞ વલ્ક-ભરદ્રવાજ સવાંદ,શિવ ચરિત્ર શિવ વિવાહ-રામ જન્મ-બાલ લીલા,વિશ્વા મિત્ર આગમન-યજ્ઞરક્ષા-તાળકા વધ,રામ વિવાહ,રામ વનવાસ-કેવટ પ્રસંગ,ભરત મિલાપ-સબરી પ્રસંગ,હનુમંત ચરિત્ર અને રામ=રાવણ યુદ્ધ-રામ રાજ્યાભિષેક તથા અંતે પૂર્ણાહુતી જેવા અનેરા પ્રસગો દ્વારા ભક્તો કથાનું રસપાન કરશે.તો આ કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા મોટી માધાણી શેરી અને મોરધ્વજ મિત્ર મંડળ પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat